આજે સમગ્ર વિશ્વ સાથે ભારત પણ ડીજીટલ થય રહ્યું છે. કારણકે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને પરિવર્તન એ પ્રગતિનું સોપાન છે. આજે આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકયા છીએ. મોબાઈલ અને ઈંટરનેટ જેવી ટેકનોલોજીની પ્રગતિના કારણે આપાણ રોજીન્દા જીવન વ્યવહારમાં એકમેક સાથે નો સંપર્ક સરળ બની ગયો છે અને સમગ્ર વિશ્વ દિન પ્રતિદિન નાનું થતું જાય છે. આજના યુવાનો આ ટેકનોલોજી દ્વારા એક બીજા સાથે જોડાયેલ છે.
યુવાનો ટેકનોલોજી દ્વારા દુર દુર સુધી ના લોકો સાથે જોડાયેલ છે પણ આપના સમાજ અને ગામ ના લોકો સાથે કેમ જોડાયેલ નથી આ પ્રશ્ન દરેક વ્યક્તિ ને છે!!! આ સવાલ નો જવાબ સાજ સવાલ માં છુપાયેલ છે... હા... મોબાઇલ અને ઈન્ટરનેટ જેવી ડીજીટલ ટેકનોલોજી ના કારણે... શું આપ નું ગામ પાસે એવું કોઈ માધ્યમ છે જે ગામ ના યુવાનો ને અને દરેક ગામવાસી ઓ ને અને એક બીજા સાથે ડીજીટલ જોડી શકે?
આપ માં થી મહત્તમ લોકો નો જવાબ ના જ હશે... અને ઘણા ગામો આવો પણ હશે જેમણે આધુનીક તંત્રજ્ઞાન દ્વારા ગામ ના લોકો ને જોડાવાનો પ્રયાસ કર્યો હશે પણ જટિલ અને સરળતથી સમાજમાં ન આવતી પ્રક્રિયા ને કારણે થીડા સમય માં તે બંધ કરી દેવામાં આવી હશે અથવા ઉપયોગ કર્યા વગર પડેલ હશે.
જો આપ આપના ગામવાસી ઓ ને ખુબજ સરળતા થી આધુનિક તંત્રજ્ઞાન દ્વારા જોડવા માંગતા હો તો અમે આપની મદદ કરી શકશું.
અમે ખુબજ સંશોધન કરી ને ગામ માટે એવી વેબસાઈટ અને મોબાઇલ એપ બનાવી છે જે એટલી સરળ છે કે ફક્ત યુવાનો જ નહિ પરંતુ કોઈ પણ વયની વ્યક્તિ તેને સહેલાઈથી વાપરી શકે છે.